9 sep રાત્રે 11.30 વાગ્યે : મચ્છુ 2 ડેમમાં આવક વધતા 7 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા

- text


ડેમમાંથી 18124 કયુસેક પાણી છોડાતા મચ્છુ નદી ઉફાન પર

મોરબી : મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ 2 ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. સાંજે ડેમમાં પાણીની આવક વધતા 3 માંથી વધારીને 5 દરવાજા 3 ફૂટ ખોલાયા બાદ ઉપરવાસમાં સતત વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધતા રાત્રીના 11.30 કલાકે ડેમના એકી સાથે 7 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ અત્યારે મચ્છુ 2 ડેમમાંથી 18124 કયુસેક પાણી છોડાતા મચ્છુ નદી ઉફાન પર વહી રહી છે. હજુ ડેમમાં પાણીની આવક વધવાની શક્યતાએ ડેમમાંથી મોડી રાત્રીના વધુ પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે.

- text

- text