હળવદમાં જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષાના ઉપક્રમે તલાટીઓની મીટીંગ યોજાઇ

- text


હળવદ : મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સરકારના બાળકો અંગે કામ કરતા વિવિધ વિભાગોના કર્મચારીઓ તથા અધિકારીઓને બાળકોના મૂળભૂત અધિકારો અને icps યોજના વિશે પ્રચાર તથા પ્રસાર કરવાના હેતુથી ગત તા. 5 સપ્ટેમ્બરના રોજ હળવદ તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં સંકલિત બાલ સુરક્ષાની યોજના, બાળ અધિકારો, બાળમજૂરી, દત્તક વિધાન, આફ્ટર કેર યોજના, સ્પોન્સરશિપ યોજના, પાલક માતા પિતા યોજના, બાળ લગ્ન અધિનિયમ, સમાજ સુરક્ષાની દિવ્યાંગનાઓને લગતી યોજનાઓ તથા ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ.ઈ.સી. મટીરીયલ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિત રાવલ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી રમેશ ગુપ્તા અને સમીર લધડ હાજર રહ્યા હતા.

- text