લખધીરનગર પ્રાથમિક શાળા ખાતે બાળ અધિકારો માટે કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીમાં જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમ દ્વારા ગત તા. 6 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ મોરબી તાલુકાના લખધીર નગર પ્રાથમિક શાળામાં સંકલિત બાળ સુરક્ષા યોજના, બાળ અધિકારો, બાળ મજુરી, બાળ લગ્ન, ગુડ ટચ – બેડ ટચ અને સમાજ સુરક્ષા ની યોજનાઓ તથા બાળ કાયદાઓ અંગે રિતેશભાઈ ગુપ્તા અને ખ્યાતિ બેન પટેલ વાળા શાળાના બાળકો, આચાર્ય અને શિક્ષકોને જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.