ફ્લોર ટાઇલ્સ એસો.ના પ્રમુખની ફેકટરીમાં દુર્ઘટના : કોલસોના ઢગલા હેઠળ દટાઈ જતા એકનું મોત

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ફ્લોર ટાઇલ્સ એસો.ના પ્રમુખની સીરામીક ફેકટરીમાં ટ્રકમાંથી કોલસો ઠલાવતી વખતે કોલસાના ઢગલા હેઠળ દટાઈ જતા એકનું મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર પોલિસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ગ્રેનોલેન્ડ સીરામીક કારખાનામાં ગતતા.6ના રોજ મૂળ મધ્યપ્રદેશનો વતની લાલુભાઈ મીઠીયાભાઈ આદિવાસી ઉ.વ.36 નામનો ટ્રક ચાલકનું કોલસોના ઢગલા હેઠળ દટાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. જોકે તે સમયે આ ઘટનાનો લઈને ખ્યાલ આવ્યો ન હતો .પણ ટ્રક ચાલકનો પત્તો ન લાગતા અંતે કોલસાના ઢગલામાં તપાસ કરતા તેની લાશ મળી આવી હતી બાદમાં કારખાનાના માલિક અને મોરબી ફ્લોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ કિશોરભાઈ ભાલોડિયાએ આ બનાવની જાણ કરતા વાંકાનેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.