મોરબીની આર્ટસ કોલેજમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરાઇ

- text


મોરબી : મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં સામુદાયિક સેવા ધારા દ્વારા કોઓર્ડીનેટર જે.એમ કાથડ દ્વારા પ્રિન્સીપાલ ડૉ. એલ. એમ. કંઝારિયાના માર્ગદર્શન હેઠળ કોલેજમાં ગત તા. પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અધ્યાપકની ભૂમિકા ભજવવામાં આવી હતી. અધ્યાપક કાર્ય કરાવનાર વિદ્યાર્થીઓમાં પોપટ રૂપલ, રાઠોડ કિંજલ સહિતના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષયના જુદા જુદા મુદ્દાઓની ચર્ચા કરીને સમજણ આપવામાં આવી હતી. અન્ય વિદ્યાર્થીઓએ રસપૂર્વક એક દિવસના અધ્યાપકોએ સાંભળી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

- text

ઉજવણીના અંતે કોલેજના હોલમાં શિક્ષક દિન નિમિત્તે પ્રિન્સિપાલ ડોક્ટર કણજારીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનો આરંભ સર્વધર્મ પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો હતો. ધારાના કો-ઓર્ડિનેટર પ્રા. કાઠડ દ્વારા શિક્ષક દિનની મહત્તા સમજાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આચાર્ય ડો. કંઝારિયા દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું જીવન ચરિત્ર તેમજ જીવનમાં શિક્ષણ અને શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલા હતા. ઉપરાંત, કોલેજ દ્વારા અધ્યાપક થયેલા વિદ્યાર્થીઓને પ્રતીક ભેટ તરીકે તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text