નાગડાવાસમાં CRC કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

- text


મોરબી : મોરબી જિલ્લાની તથા મોરબી તાલુકાની જુના નાગડાવાસ તાલુકા શાળામાં સી.આર.સી. કો.ઓર્ડીનેટર ભરતભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ ગત તા. 6 સપ્ટે.ના રોજ સી.આર.સી. કક્ષાનું “ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી” વિષય અંતર્ગત વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-2019/20 યોજાઈ હતું. આ પ્રદર્શનમાં વિવિધ વિભાગો જેવા કે ટકાઉ કૃષિ પદ્ધતિઓ; સ્વચ્છતા અને સ્વાસ્થ્ય; સંસાધન વ્યવસ્થાપન; ઔદ્યોગિક વિકાસ; ભવિષ્યનું પરિવહન અને પ્રત્યાયન અને શૈક્ષણિક રમતો/ગાણિતિક નમૂના નિર્માણ જેવા વિષય સંદર્ભે જુના નાગડાવાસ સી.આર.સી હેઠળની તમામ પેટા શાળાના રસ ધરાવનાર શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ જ્ઞાનવર્ધક તેમજ રચનાત્મક કૃતિઓ રજૂ કરી હતી. ગામના વ્યક્તિઓએ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તથા શિક્ષકોએ આ કૃતિઓ નિહાળી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સી.આર.સી. કો.ઓર્ડીનેટર ભરતભાઈ ચાવડા, જુના નાગડાવાસ તા. શાળાના આચાર્ય રાજેશભાઇ મિયાત્રા તથા શાળા પરિવારે ઘણી જહેમત ઉઠાવી હતી.

- text