લાલપર ગામે પંજાબ બેંકે વિધાર્થીઓ સાથે ઉજવ્યો શિક્ષકદિન

- text


મોરબી : સામાન્ય રીતે, શિક્ષકદિનની ઉજવણી શાળાઓ અને કોલેજો દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ લાલપર ગામમાં પંજાબ નેશનલ બેન્ક દ્વારા શિક્ષકદિનની ઉજવણી કરાઈ જે ખુબ જ આવકારદાયક અને સરાહનીય પગલું છે. મોરબીના લાલપર ગામમાં શિક્ષકદિન નિમિત્તે પંજાબ રાષ્ટ્રીય બેંક લાલપર શાખા દ્વારા સરકારી શાળાના વિધાર્થીઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત બેન્કના અધિકારીઓએ વિદ્યાર્થીઓને બેંકના વહિવટ વિશે સમજ આપી હતી અને બેન્કિંગ અંગેના વિદ્યાર્થીઓના સવાલના જવાબ આપ્યા હતા અને વિદ્યાર્થોને મોમેન્ટો પણ આપી હતી. તેમજ વિધાર્થીઓને વિદ્યાર્થીઓ માટેની બેન્કની યોજનાની માહિતી આપવામાં આવી હતી. આમ, પંજાબ નેશનલ બેન્ક દ્વારા શિક્ષકદિનની અનેરી રીતે કરી હતી.

- text