મોરબી : રવાપર (નદી) સરકારી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરવામા આવ્યુ

- text


મોરબી : ટંકારાના ધ્રુવનગરના રાજેશભાઈ ભટાસણા ગૌપ્રેમી છે. તેમને સેવાકિય પ્રવૃતિ કરવાનો અનહદ શોખ છે. તેઓ વ્યવસાયિક રીતે ખાનગી બેંકના મેનેજર છે. તેઓ પગારમાંથી ફંડ એકઠું કરી દર વર્ષે શૈક્ષણિક તેમજ બિમાર જરુરીયાતમંદ વ્યક્તિને આર્થિક મદદ કરતા આવ્યા છે. તેમજ તેઓએ ‘શ્રી ગંગા એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ’ નામની રજીસ્ટ્રેશન સંસ્થાની સ્થાપન કરી છે. જેના દ્વારા તેઓ વિંકલાગો, બિમાર અને જરુરિયાતમંદોને મદદરુપ થાય છે. જેના અંતર્ગત “શ્રી ગંગા અેજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા શ્રી રવાપર નદી પ્રા. શાળામાં દરેક બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવા માં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા રાજેેશભાઇ ભટાસણાને આવકારવામાં આવ્યા હતા. તેમજ શાળા પરિવાર દ્વારા તેઓ ભવિષ્યમાં આવી જ રીતે ઉદાહરણરૂપ સમાજ સેવા કરી શકે તેવી શુભેચ્છા પાઠવી તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું. “શ્રી ગંગા એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ” બાળકોને શૈક્ષણીક કિટ વિતારણ કરે છે. ઉપરાંત, મેડિકલ કીટ જેવી કે વ્હીલચેર, કમ્મર બેલ્ટ, ઘોડી જેવી સુવિધાઓ જરૂરિયાતમંદોને પુરી પાડે છે તેમજ દિવ્યાંગોને જરૂરી કીટનું વિતરણ કરે છે.

- text