મોરબીના માધાપર વિસ્તારમાં તંત્રના પાપે ગટરના ગંદા ભરાવાની સમસ્યા યથાવત

- text


રજુઆત અને આંદોલન બાદ પણ તંત્રએ મચક ન આપતા સ્થાનિકોમાં ભારે રોષ

- text

મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં તંત્ર પાપે ગટરના ગંદા પાણી ભરાવવની ગંભીર સમસ્યાએ હદ બહારની વકરી ગઈ છે. જો કે સ્થાનિકોએ આ સમસ્યા મામલે જન્માષ્ટમી પહેલા રજૂઆતો કરી હતી અને ત્યારબાદ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. તેમ છતાં તંત્રએ મચક ન આપતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.મોરબીના માધાપર વિસ્તારમાં ગટરની સમસ્યાએ છેલ્લા ઘણા સમયથી માથું ઊંચક્યું છે. વરસાદના પાણીનો નિકાલ ન હોવાથી વરસાદ પડતાં ગટરના પાણીએ આ વિસ્તારને બાનમાં લીધા છે અને સ્થાનિક લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. આ સમસ્યા અંગે સ્થાનિક લોકોએ તંત્રની બેદરકારી સામે બળાપો ઠાલવ્યો હતો કે,માધાપર વિસ્તાર નીચાણવાળો છે. જ્યાં છેલ્લા દોઢ મહિનાથી ગટરના પાણી ભરાઈ છે. અમે ઘણી રજૂઆતો અને આંદોલન કરવા છતાં અમારા વિસ્તારમાંથી ગટરના પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. તંત્રની બેદરકારીના કારણે આ વિસ્તારની ગટરની સમસ્યા ઠેરની ઠેર જ રહી છે. ગટરના પાણી ભરવાના કારણે અત્યારે મચ્છર તથા માખીનો ઉપદ્રવ વધવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે અને રસ્તામાં ખાડા પડી ગયા છે તેમજ રોડ સાવ ધોવાઈ ગયા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડે છે. અને દરરોજ માણસો ખાડામાં પડે છે. સફાઈ કામદાર કોઈ દિવસ ગટર સાફ નથી કરી.ત્યારે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી માંગ કરી છે.

- text