ટંકારા : મેઘપર ઝાલા ગામ પુલના અભાવે વરસાદમાં સંપર્ક વિહોણું

- text


ટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામ વરસાદની મોસમમાં અન્ય ગામોથી સંપર્ક વિહોણું બની જાય છે. ગામમાંથી બહાર જવા માટે નદી પાસે પુલ ન હોવાના કારણે ગામની અંદર રહેલા ગ્રામજનો બહાર જઈ શકતા નથી અને ગામની બહાર રહેલા લોકો ગામમાં દાખલ થઈ શકતા નથી.

- text

ટંકારાના મેઘપર ઝાલા ગામની હાલત વરસાદની ઋતુમાં જાણે બેટ હોય તેવી થઈ જાય છે. ગામમાં પ્રવેશવાનો એક માત્ર રસ્તો પાણીમાં ગરક થઈ જાય છે. આવા સમયે કોઈ ગ્રામજનને તાત્કાલિક સારવારની જરૂર પડે તો પાણી ઓસરી જવાની રાહ જોવી પડે છે. ગામમાં કોઈ વાહન પ્રવેશી શકતું નથી કે બહાર જઈ શકતું નથી. નોકરી-ધંધાથી પરત ફરતા લોકો કે અભ્યાસ કરીને પરત ફરતા વિદ્યાર્થીઓ આ પાણી વચ્ચે ફસાઈ જાય છે. તંત્ર આ બાબતે જાણકારી ધરાવે છે આમ છતાં મેઘપર ઝાલા ગામની આ અગવડતાનો અંત ક્યારે આવશે એ હજુ નક્કી નથી.

- text