મોરબીમાં શ્રીજી ગૌશાળા દ્વારા ‘શ્રી ગિરીરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેમ્પ’નું આયોજન

- text


મોરબીમાં આગામી તા. 8 સપ્ટે.ના રોજ રાજકોટ સ્થિત શ્રીજી ગૌશાળા દ્વારા ગૌમૂત્ર ચિકીત્સાના પ્રચાર અને પ્રસારના હેતુથી ‘શ્રી ગિરીરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક રોગ માટે નિઃશૂલ્ક ગૌમૂત્ર ચિકીત્સા આપવામાં આવશે.

આજનાં ઝડપી યુગમાં અનિયમિત, શૈલી-વિરૂધ્ધ અને વાસી આહારો લેવાના કારણે તેમજ પર્યાવરણ (હવા-પાણી)ની દુષીતતાને લઈને નાની જ ઉમરમાં લોકો જટીલ રોગોથી ગ્રસ્ત થઈ રહ્યા છે. આજકાલ કેન્સર, કિડની કે હાર્ટ એટેક જેવી બીમારીઓ સર્વ સામાન્ય બની ગઈ છે. તેમજ ડાયાબીટીશ, બ્લડ પ્રેશર, વા અને ચામડીનાં રોગો – લીવર કે આંતરડાનાં રોગોથી અનેક લોકો પીડાઈ રહ્યા છે. તેમાં પણ વિલાયતી (એલોપેથીક) દવાઓના અતિરેક છતાં રોગોથી છુટકારો મળતો નથી, ત્યારે આપણી પ્રાચીન ઋષિ યુગની ગૌમૂત્ર/આર્યુવેદીકની ચિકીત્સા પ્રણાલીમાં જટીલમાં જટીલ રોગોમાં લાભદાયી પરીણામો પ્રાપ્ત થઇ રહ્યા છે.

- text

તેથી, ગૌમૂત્ર ચિકીત્સાના પ્રચાર તથા પ્રસાર અર્થે રાજકોટની શ્રીજી ગૌશાળા અંતર્ગત સૌરાષ્ટનાં પાચ શહેરોમાં ‘શ્રી ગિરીરાજ ગૌમૂત્ર ચિકિત્સા’ની શ્રેણી દ્રારા નિઃશૂલ્ક ગૌમૂત્ર ચિકીત્સા આપી જટીલ રોગોમાં નિદાન અને ઉપચારનું પૂણ્ય કાર્ય કરી રહી છે. આ સંસ્થાએ ૨૦ વર્ષમાં ૭ લાખથી વધુ દર્દીઓને આરોગ્ય લાભ આપ્યો છે.

આ ગૌમૂત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન આગામી 8 સપ્ટે.ના રોજ રાજેશ સાડી શોરૂમની ઉપર, પાંચમો માળ (લીફ્ટની સુવિધા ઉપલબ્ધ), ચકિયાં હનુમાન મંદીર ની સામે, વસંત પ્લોટ ખાતે સવારે 9 વાગ્યાથી કરવામાં આવ્યું છે. જેમાં દર્દીની તપાસ કરી નિ:શુલ્ક નિદાન કરી ઉપચાર માટે નિ:શુલ્ક દવા આપવામાં આવશે. કેમ્પમાં નામની નોંધણી રાજા આયુ કેર, મહેશ હોટેલ પાસે, લક્ષ્મી ગ્લાસની સામે, શનાળા રોડ ખાતે તેમજ રાજેશ ક્રિએશન, ચકિયા હનુમાન સામે, રવાપર રોડ ખાતે થઈ શકશે. આ કેમ્પ અંગેની વધુ માહિતી માટે નરેશભાઈ રાજા – ૯૪૨૭૨ ૩૬૨૪૮, મિલન રાજા – ૯૦૩૩૯ ૮૬૫૧૪, ઉદયભાઈ રાજા – ૯૯૨૫૯ ૩૧૯૮૭નો સંપર્ક કરવાનો રહેશે. નગરવાસીઓને આ કેમ્પમાં જોડાઈને આરોગ્ય લાભ લેવા માટેની અપીલ મિલનભાઈ રાજા દ્વારા અપાયેલી યાદીમાં કરવામાં આવી છે.

- text