મોરબીમાં કોંગ્રેસ શાસિત પાલિકાના સત્તાધીશો સામે ખુદ કોંગ્રેસ આગેવાનના ગંભીર આક્ષેપો

- text


પાલિકાના કોંગ્રેસના સત્તાધીશ લોકોના કામો પડતા મૂકી પક્ષને નુકશાન અને ભાજપને ફાયદો થાય તેવા પ્રયાસ કરતા હોવાનો ખુદ કોંગી અગ્રણીનો આક્ષેપ : કોંગી અગ્રણીએ લોકોની સમસ્યા મામલે કોંગ્રેસના સત્તાધીશને આડે હાથ લઈ પ્રદેશ પ્રમુખને લેખિતમાં ફરિયાદ કરતા સ્થાનિક કોંગ્રેસનો આંતર કલહ સપાટી પર આવ્યો

મોરબી : મોરબીમાં કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસ હોય તેવી સ્થિતિ સામે આવી છે.ખાસ કરીને શહેરમાં વરસાદી વાતાવરણને પગલે સમસ્યાઓ ખૂબ જ વધી રહી હોય પાલિકા તંત્ર સાવ ખાડે ગયું હોય તેવો તાલ સર્જાયો છે.ત્યારે પાલિકાના કોંગ્રેસના સત્તાધીશને લોકોની સમસ્યાઓ મામલે આડે હાથ લઈને કોંગી અગ્રણીએ તેમના વિરુદ્ધ પ્રદેશ પ્રમુખને ફરિયાદ કરી છે. જેમાં પાલિકા પ્રમુખ લોકોના કામો પડતા મૂકીને પક્ષની ઇમેજની લોકોમાં ખરાબ છાપ પડતી હોવાનો કોંગી અગ્રણીએ આક્ષેપ કર્યો છે.સાથોસાથ તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે , પાલિકા પ્રમુખ લોકોના કામો કરતા ન હોવાથી ભાજપને લોકોમાં કોંગ્રેસની ખરાબ છાપ ઉભી કરવામાં તક મળી રહી છે.

મોરબી સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, મોરબી પાલિકામાં છેલ્લા એકાદ વર્ષથી કોંગ્રેસનું શાસન છે. પરંતુ પ્રમુખ પદે રહેલ વ્યક્તિ કે, જે મૂળભૂત ભાજપના સમર્થક હોય તેવું કામ કરી રહ્યા છે.તેમ છતાં સંજોગવસાત હાલ પ્રમુખ પદે આરૂઢ છે.મોરબીની સુધરાઈ બોડી કોંગ્રેસના સદસ્યોની છે.મોરબી પાલિકામાં કોંગ્રેસને બહુમતી મળી છે.છતાં તબબકાવાર આપણા પક્ષના લોકોએ પ્રજાના સેવાના કામો બાજુએ મૂકી પક્ષને નુકશાન થાય તેવા મલિન ઈરાદા સાથે શાસન કરે છે જથી પ્રજાની સમસ્યા વધી ગઈ છે.

- text

મોરબી શહેરના લોકો પારાવાર સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.શહેરના તમામ વિસ્તારોને પણ ગટરની ઉભરાવવની સમસ્યાએ અજગરી ભરડો લીધો છે.અને સ્થાનિક રહીશોના ઘરમાં ગટરના ગંદા પાણી ઘુસી જાય છે.મોટાભાગના રોડ રસ્તા બિસ્માર છે.હમણાંથી પડી રહેલા વરસાદથી ઠેરઠેર ભરાયેલા પાણીને કારણે ગંદકીએ માજા મુકતા મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકો પાણીજન્ય રોગોથી પીડાઈ રહ્યા છે.શહેરમાં સમસ્યાઓ એટલી હદે વધી ગઈ છે કે ,લોકોને નાછુંટકે પાલિકામાં હલ્લાબોલ કરવું પડે છે.ત્યારે શાસન કરતા પ્રમુખ કે ચેરમેનો હાજર હોતા નથી.જોકે પાલિકામાં કાયમી ચીફ ઓફિસર નથી.એટલે પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની જવાબદારી વધી જાય છે.

પણ જવાબદાર અધિકારીઓ ભાજપ આશ્રિત હોય અરજદારોને સાંભળતા નથી અને પગલાં લેતા નથી.વર્તમાન સુધરાઈ શાસકો ભાજપના ઈશારે સુવિધાજનક પગલાં લેતા નથી.તેથી ભાજપ લોકોમાં કોંગ્રેસ શાસિત પાલિકાની નિસજફળતા અંગે પ્રચાર કરે છે અને લોકોમાં કોંગ્રેસ પ્રત્યે નકારાત્મક છબી ઉભી થાય છે.ભાજપ ભવિષ્યમાં આપણો પક્ષ ચૂંટણી ન જીતી શકે તે હદે લોકો બદનામ કરવાના હીન પ્રયાસો કરે છે.જ્યારે રસ્તા,પાણી અને સફાઈ,તથા રસ્તાના કામોનું રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે.તેથી તેઓ સ્પષ્ટપણે આપણા પક્ષને શક્ય એટલું નુકશાન કરે છે.પાલિકામાં સત્તાધીશો કામ જ કરતા ન હોવાથી લોકોમાં શાસકો પ્રત્યે ભારે આક્રોશ ફેલાયેલો છે.તેથી લોકોના હિતમાં અને પક્ષને વધુ નુકશાન ન થાય તે માટે આ સમગ્ર બાબતે તેમણે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.

- text