મચ્છુ ડેમમાંથી 1500 એમસીએફટી જેટલું પાણી છોડતા મચ્છુ નદી ગાંડીતુર બની

- text


છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 1.5, ટંકારામાં 1.5 અને વાંકાનેરમાં 2, હળવદમાં 2 અને માળિયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના શરુ થયેલા બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કૃપા વરસવાનું શરુ કર્યું છે. જેમાં ગુરુવાર સાંજના 6 થી શુક્રવાર સાંજના 4 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ 1.5, ટંકારામાં 1.5 અને વાંકાનેરમાં 2, હળવદમાં 2 અને માળિયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે મોરબીના મચ્છુ 2 ડેમમાં પાણીની તોંતિગ આવકના પગલે છેલ્લા 24 કલાકમાં 1500 એમસીએફટી જેટલું પાણી છોડતા મચ્છુ નદી ગાંડીતુર બની હતી.મોરબી જિલ્લામાં ગુરુવાર સાંજના 6 થી શુક્રવાર સાંજના 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા પર નજર નાખીએ તો સરકારી તંત્રના જણાવ્યા મુજબ મોરબીમાં 37 mm, ટંકારામાં 40 mm, માળિયામાં 14mm, હળવદમાં 44 જ્યારે વાંકાનેરમાં 50 mm વરસાદ નોંધાયો છે.

- text

જયારે મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ શરુ થવાના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની આવકમાં ભારે વધારો નોંધાયો છે. જેમાં મોરબીના મહાકાય મચ્છુ 2 ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં 1500 એમસીએફટી જેટલું પાણી છોડતા મચ્છુ નદી ગાંડીતુર બની હતી. જેમાં ગત રાત્રીના 12 વાગ્યે ડેમના 12 દરવાજા 5 ફૂટ ખોલી 36 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહેતા મોરબી પાડાપુલ પાસેનો બેઠો પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો. જયારે ડેમ 12 દરવાજા એકી સાથે ખોલતા આ નજારો જોવા ડેમ ઉપર લોકોની ભીડ ઉમટી પડી હતી. જોકે સવારથી ડેમમાં પાણીની આવક ઘટતા હાલ 12 માંથી ઘટાડી 5 દરવાજા 3 ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. જેમાંથી 9720 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે વાંકાનેરના મચ્છુ 1 અને ટંકારાના ડેમોમાં પણ પાણીની આવકમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. જોકે આજ સવારથી મોરબી જિલ્લામાં વરસાદે વિરામ લેતા ડેમોમાં પાણીની આવક ઘટી છે. જેના કારણે લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

- text