હવે મોરબી પાલિકા તંત્ર જાગ્યું : રખડતા ઢોરના માલિકને ફટકારાશે રૂ. 1 હજારનો દંડ

- text


રોડ- રસ્તા ઉપર રખડતા પશુઓને પકડવા માટે પાલિકાએ કોન્ટ્રાકટ આપ્યો

મોરબી : મોરબી નગરપાલિકાએ રખડતા ઢોરને પકડવા માટે કોન્ટ્રાકટ સાઈન કર્યો છે. જેથી રખડતા ઢોરને પકડયા બાદ તેને છોડાવવા આવનાર માલિક પાસેથી રૂ. 1000નો દંડ વસુલવામાં આવનાર છે.

શહેરના મુખ્ય માર્ગો અને અન્ય વિસ્તારોમાં ખુલ્લામાં રખડતા પશુઓ પકડવા માટેનું ટેન્ડર પાલિકા મંજુર કરી દેવામાં આવ્યું છે. આવતીકાલે શનિવારથી પશુ પકડવાની કામગીરી કોન્ટ્રાક્ટ દ્વારા શરુ કરવામાં આવશે. ખુલ્લામાં માલિકીના કોઈ પણ પશુ પકડાશે તો મોરબી નગરપાલિકા તેને છોડવા માટે 1000 રૂપિયા વહીવટી ખર્ચ રૂપે માલિક પાસેથી લઇને માલિકની ઓળખ જાહેર કરીને પશુને છોડશે.આ અંગે ચીફ ઓફીસર સાગર રાડીયાએ જણાવ્યું કે જેઓના માલિકીના પશુઓ રોડ-રસ્તા પર ફરતા હોય તો પ્રજાહિત વતી વિનંતી કે આપના પશુઓને ખુલ્લામાં ના છોડશો.

- text

ઉલ્લેખનિય છે કે મોરબી શહેરમાં રખડતા ઢોરનો ખૂબ ત્રાસ છે. રોર ઉપર બેઠેલા ઢોરને કારણે અનેક અકસ્માતોના બનાવો પણ નોંધાયા છે. ત્યારે પાલિકાએ આ પ્રકારની જાહેરાત અગાઉ પણ કરી હતી. પરંતુ તે નિષ્ફળ રહી હતી. ત્યારે આ ફરી બીજી વખત લેવાયેલા નિર્ણય ઉપર બરાબર રીતે કામ થાય છે કે કેમ તે જોવું રહ્યું.

- text