મોરબીના તબીબ ગણપતિની મૂર્તિનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરશે

- text


મોરબી : ગુજરાતમાં પણ હવે મહારાષ્ટ્રની જેમ ઠેર ઠેર ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશોત્સવના અંતે ગણેશજીની સ્થાપના કરવામાં આવેલી મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે જો પી.ઓ.પી.થી મૂર્તિનું વિસર્જન જળાશયમાં કરવામાં આવે તો તે જળાશયની સપાટીને ઢાંકી દે છે તથા જળચર જીવોને નુકશાન કરે છે. પ્રકૃતિને માફક આવે અને પ્રકૃતિનું જતન થાય તે રીતે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે તો તે રીતે ભક્તિની પ્રવૃત્તિ સાથે પ્રકૃતિની જાળવણી પણ થઈ શકે. તે માટે ઘણી જગ્યાઓએ હવે ઇકો ફ્રેન્ડલી રીતે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં સૌ પ્રથમ વાર બાળકોની શારીરિક અને માનસિક સારવાર શરુ કરનાર ચાઈલ્ડ ફીઝિયોથેરાપિસ્ટ ડો. મહેશ ડાભી દ્વારા શનાળા રોડ, રુદ્ર પ્લાઝા ખાતે આવેલા તેમના ક્લિનિક માં ગણપતિની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. તેમજ તેનું વિસર્જન એક પાત્રમાં પાણી ભરી તેમાં કરવામાં આવશે. ત્યારબાદ તે માટીને કુંડામાં પધરાવી તેમાં તુલસીનો છોડ ઉગાડવામાં આવશે. આવા અનોખા વિચારને આપણા સમાજે ચોક્કસ અપનાવવો જ રહ્યો!

- text