માળીયા : સરવડ ગામે પરિણીતા પુત્રી સાથે લાપતા બની

માળીયા : માળીયા તાલુકાના સરવડ ગામે રહેતી.પરિણીતા તેની પુત્રી સાથે ગુમ થયાનો બનાવ સામે આવ્યો છે. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરી માતા-પુત્રીની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની માળીયા મિયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા તાલુકાના સરવડ ગામે રહેતી સવિતાબેન કમલેશભાઈ વિરમગામા ઉ.વ.35 નામની પરિણીતા ગતતા.4 ના રોજ તેમની પુત્રી ધ્રુવીબેન ઉ.વ.7ને લઈને ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઈ હતી.બાદ તેણી સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ સગા સંબંધીઓમાં શોધખોળ કરી હતી.પણ આજ દિન સુધી આ બન્ને માતા-પુત્રીનો પત્તો ન લાગતા અંતે આજે તેમના પતિ કમલેશભાઈ રણછોડભાઈ વિરમગામાએ પોતાની પત્ની અને પુત્રીની માળીયા પોલીસમાં ગુમસુદા નોધાવી છે.જેના આધારે માળીયા પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે.