માળીયા : નાનાભેલા ગામની શાળામાં શિક્ષક દિન ઉજવાયો

માળીયા : માળીયા તાલુકાના નાનાભેલા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ગઈકાલે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકોએ શિક્ષક બનીને સહપાઠીઓને શિક્ષણ આપ્યું હતું. ગઈકાલે 5 સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિતે માળીયા તાલુકાના શ્રી નાનાભેલા પ્રા શાળામાં શિક્ષકદિન ની ઉજવણી કરવામાં આવી હતી..જેમાં શાળામાં ભણતા બાળકોમાથી બાળ શિક્ષકની નિમણૂક કરી આ બાળકો એ સમગ્ર દિવસ દરમિયાન પોતાના જ સહાધ્યાયીઓ ને શિક્ષણ આપવા નું કાર્ય કર્યું હતું.અન્ય બાળકોને પણ આજે પોતાના જ સહાધ્યાયી મિત્રો પાસે શિક્ષણ મેળવવાનો લાભ લીધો હતો.શિક્ષક બનેલા બાળકોને શાળા પરિવાર તરફથી નાનકડી ભેટ પણ આપવામાં આવી હતી..શાળાના આચાર્યશ્રીએ શિક્ષક બનનાર બાળકોને તેઓના કાર્ય બદલ અભિનંદન આપ્યા હતા.