માતાના મઢે જતા પદયાત્રિકો માટે સુરજબારી પુલ પાસે 19 તારીખથી કેમ્પનું આયોજન

માળીયા : નવરાત્રી નજીક આવતા જ ઠેર ઠેરથી કચ્છ સ્થિત માતાના મઢે જતા પદયાત્રીઓ માટે તમામ પ્રકારની સુવિધાયુક્ત કેમ્પ શરૂ થાય છે. ત્યારે સુરજબારીના પુલ પાસે આવેલા દેવ સોલ્ટ નામના કારખાનાની વિશાલ જગ્યામાં આ વર્ષે પણ પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

માતાના મઢે માં આશાપુરાની આરાધના માટે ભક્તો વરસોથી, ઠેર ઠેરથી ચાલીને પહોંચતા હોય છે. ત્યારે પદયાત્રીઓ માટે સ્વૈચ્છીક સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ, ઉધોગ સમૂહના મિત્રો દ્વારા માર્ગમાં સેવા કેમ્પોનું આયોજન થતું હોય છે. હરિપર નજીક સુરજબારીના પુલ પાસે આવેલા દેવ સોલ્ટ નામની ફેક્ટરીની વિશાલ જગ્યામાં દર વર્ષની માફક આ વર્ષે પણ કેમ્પનું આયોજન થયું છે. 19 સપ્ટેમ્બરથી આ કેમ્પ ઉપરોક્ત સ્થળે શરૂ થશે. જેમાં જમવા રહેવાની વ્યવસ્થા સાથે આરોગ્ય સેવાનો લાભ પણ પદયાત્રીઓ મેળવી શકશે. દેવ સોલ્ટના એમ.ડી. હિરેનભાઈ ઝાલા, મેનેજર કોટેચાભાઈ આ માટે એમની વિશાલ જગ્યામાં લાઈટ-પાણીનો સુવિધા ઉપલબદ્ધ કરાવે છે. કેમ્પના મુખ્ય દાતા એવા પટેલ વિજય ટીમ્બર વાળા દયારામભાઈ પટેલે આ કેમ્પનો લાભ લેવા પદયાત્રીઓને અનુરોધ કર્યો છે.