એ.. ગઈ.. મોરબી કુબેરનગર ફાટક આગળ ખાડામાં કાર ફસાઈ

- text


મોરબી : મોરબી શહેરમાં વરસાદ થતાંની સાથે જ પાલિકાતંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો, ભૂગર્ભ ગટરો જામ થઈ જવી, રોડ-રસ્તાઓમાં ખાડાઓ પડી જવા જેવી તમામ સમસ્યાઓનો મોરબીવાસીઓને સામનો કરવો પડી રહ્યો છે. તમામ પ્રકારની ઘોર બેદરકારી દિન પ્રતિદિન સામે આવી રહી છે. અનેક જગ્યાએ વરસાદી પાણીથી ગાબડાઓ પડવા તથા રસ્તાઓમાં ઉંડા ખાડાઓ થઈ જવાથી લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રાહગીરો તેમજ વાહન ચાલકો પોતાનો જીવ જોખમમાં મુકી ઉબડ-ખાબડ રસ્તાઓ પરથી પસાર થતા રહે છે. ત્યારે આજે એક કાર ઉંડા ખાડામાં ફસાઈ ગઈ હતી.

- text

આજે સવારમાં જ 5397 નંબરની કાર કુબેર ફાટકની આગળ નવલખી રોડ પરના ખાડામાં ફસાઈ ગઇ હતી. લોકોએ મહામહેનતે કારને બહાર કાઢી હતી. જોકે સદનશીબે કોઈ જાનહાની થઈ ન હતી. પાલિકાનું નીંભર તંત્ર હજુ પણ નહીં જાગે તો આવા ખાડાઓમાં જીવલેણ અકસ્માત સર્જાવવાની દહેશત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.

- text