વાંકાનેર : રાતીદેવડી ગામે બે કાંઠે વહેતી નદીમાં યુવક તણાયો

- text


અમદાવાદથી રાતીદેવડી ગામે મામાના ઘરે આવેલ સગીર નદીમાં નહાવા પડ્યા બાદ ડૂબી જતાં શોધખોળ હાથ ધરાઈ

વાંકાનેર : વાંકાનેરમાં આવેલ રાતીદેવરી ગામ નજીકથી પસાર થતી આશો નદી વરસાદના કારણે બે કાંઠે વહી રહી છે જેમાં આજ બપોર બાદ અમદાવાદથી પોતાના મામાના ઘેર રાતીદેવડી ગામે આવેલા 17 વર્ષીય સગીર નદીમાં નહાવા પડ્યા બાદ નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ નગરપાલિકાને થતાં મીની ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ વાંકાનેર શહેર પોલીસ અને મામલતદાર ઓફિસ સ્ટાફ તરવૈયાઓ સાથે ઘટના સ્થળે પહોંચી સગીરની શોધખોળ શરૂ કરી છે

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ રહેતી મહેન્દ્ર ગણપતભાઈ સાગઠિયા નામનો સગીર આજે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા તેના મામા રાજાભાઈ પોપટભાઈના ઘરે આવ્યો હતો અને આ સગીર આજે બપોરના સમયે રાતીદેવડી ગામેં પસાર થતી આસો નદીમાં નહાવા પડ્યો હતો.પણ વરસાદના કારણે આ નદી બે કાંઠે વહેતી હોવાથી તે પાણી ધસમસતા વહેંણમાં તણાઈ ગયો હતો.આ સગીર ડૂબી ગયાની જાણે થતા હાલ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

- text