તરણેતરના મેળામાં શ્રેષ્ઠ ગીર ગાયનું પ્રથમ ઇનામ વાંકાનેરના પશુપાલકના ફાળે

- text


વાંકાનેર : લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગપ્રસિદ્ધ તરણેતરના લોકમેળામાં વિવિધ હરીફાઈઓ યોજવામાં આવે છે. જેમાં વાંકાનેર તાલુકાના લુણસર ગામના પશુપાલક પરમાર યુવરાજસિંહ દીપસંગભાઈની ગીર ઓલાદની ગાયને સ્થાન પ્રાપ્ત કરી મોરબી જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું હતું.

તરણેતરના લોકમેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ગીર, કાંકરેજ જેવી ગાયો સહિતની પ્રજાતિઓ વચ્ચે પશુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં અંદાજે ૨૨૫થી વધુ પશુપાલકોએ ભાગ લીધો હતો. આ અંતર્ગત ગીર ગાયની કેટેગરીમાં ગાયના ઉત્તમ પશુપાલક તરીકે પરમાર યુવરાજસિંહ દીપસંગભાઈએ વિજેતા બની સ્પર્ધામાં મેદાન માર્યું હતું. તેઓને રૂ. 25,000ના પુરસ્કાર સાથે સર્ટિફિકેટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે તરણેતરના ભાતીગળ મેળા અંતર્ગત રાજ્યની આ 11મી પશુ પ્રદશન હરીફાઈમાં રૂ. 20 લાખ 19 હજારના રોકડ પુરસ્કાર પશુપાલકોને આપવામાં આવ્યા હતાં. પશુ સ્પર્ધામાં ઉત્સાહભેર પશુપાલકો ભાગ લઈ રહ્યા છે. તે જોતાં એવું ચોક્કસપણે કહી શકાય કે ગ્રામીણ નવયુવાનો એ પશુપાલનનો વ્યવસાય વૈજ્ઞાનિક ઢબે અપનાવવો જોઈએ. તેમજ ભવિષ્યમાં કૃષિ ઉપરાંત પશુપાલન ક્ષેત્રે કારકિર્દી બનાવવી જોઈએ.

- text