રાજપર માધ્યમિક શાળા દ્વારા શિક્ષક દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી

- text


મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામમાં આવેલી રાજપર ગ્રામ પંચાયત સંચાલિત રાજપર માધ્યમિક શાળા દ્વારા શિક્ષકદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક અને આચાર્ય તરીકેની કામગીરી ખૂબ જ સફળતાપૂર્વક નિભાવી હતી. ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વાઘેલા મયુર એ આચાર્ય તરીકે પોતાની ઉમદા ભૂમિકા નિભાવી હતી. ઉજવણીના અંતે વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથેના તથા શિક્ષકદિન અંગેના અનુભવો રજૂ કર્યા હતા. તેમજ ભવિષ્યમાં શ્રેષ્ઠ શિક્ષક બનવાનો સંકલ્પ કર્યો હતો. શિક્ષક દિનની ઉજવણી માટે શિક્ષક પ્રવીણભાઈ કાલરીયા માર્ગદર્શન પુરું પાડી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text