મોરબીમાં નવયુગ કોલેજ દ્વારા સ્વામી વિવેકાનંદ ઉપર સંવાદ અને પરીક્ષા યોજાઈ

- text


મોરબી : મોરબીની નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી દ્વારા આયોજિત વિવેકાનંદ શીલા સ્મારક સ્વર્ણિમ જયંતિ નિમિત્તે સંવાદ અને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

વિવેકાનંદ સ્મારક કન્યાકુમારી ને 2020માં ૫૦ વર્ષ પૂર્ણ થવાના હોય તે નિમિત્તે વિવેકાનંદ સ્મારક અને કેન્દ્રની પ્રવૃત્તિ વિશે સંવાદ ગોઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન કોલેજ કક્ષાએ એજયુકેશનલ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ ભણતરની સાથે ગણતર શીખે તેમજ વિવેકાનંદના વિચારો દ્વારા તેઓ સાહસ, હિંમત, એકાગ્રતા તથા ઉચ્ચ જીવનના ધ્યેયોથી વાકેફ થાય તે હેતુથી સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજિયાએ આ પ્રવૃત્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

- text