નાનીબરારમાં સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

માળિયા(મીં) : નાનીબરાર ગામે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં સી.આર.સી. નાનીબરારની તમામ 11 શાળાઓની કૃતિઓ રજુ થઈ હતી. જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિકોએ પાણીનું સરળ ફિલ્ટરેશન, ઇલેક્ટ્રિક વોર્ડ બોય, ટપક સિંચાઈ પદ્ધતિ, સરવાળા બોક્સ, સ્માર્ટ પાર્કિંગ, ગાણિતિક નમૂના વગેરે જેવી ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં ભરતભાઈ વિડજા, જયસુખભાઈ કેલા અને ધીરુભાઈ મિયાત્રા એ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા નાનીબરાર સી.આર.સી. કો. ઓર્ડીનેટર ભવિકભાઈ કોટક એ જહેમત ઉઠાવી હતી.