વરસાદ અપડેટ : મોરબીમાં અને ટંકારામાં એક ઇચ વરસાદ નોંધાયો

- text


મોરબી : મોરબીમાં તારીખ 4 સપ્ટેમ્બરને બુધવારે બપોર પછી વરસાદના બે રાઉન્ડ આવ્યા હતા. જેમાં સાંજના 6 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદ મુજબ મોરબીમાં 22 mm, ટંકારામાં 25 mm અને વાંકાનેરમાં 02 mm વરસાદ નોંધાયો હતો. જયારે માળીયા અને હળવદમાં વરસાદ નોંધાયો નથી. જયારે મોરબી અને ટંકારામાં સાંજના આવેલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી. જયારે ટંકારા અને મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં અમુક જગ્યાએ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં હડમતીયા આસપાસના ગામોમાં વધુ વરસાદ પડ્યાનું અમારા પ્રતિનિધિ રમેશ ઠાકોરે જણાવ્યું છે.

- text