ફાયરિગ કેસમાં હિતુભાને મોરબી પોલીસને સોંપાયા : 2 દિવસના રિમાન્ડ મંજુર

- text


મોરબી : મોરબીના ચર્ચાસ્પદ મુસ્તાક મીરની હત્યાના આરોપી અને તેના ભાઈ આરીફ મીર પર ફાયરિંગના કેસમાં વોન્ટેટ મોરબીના હિતુભા સહિતના પાંચ આરોપીને અમદાવાદ ATSએ ઝડપી લીધા હતા. જેમાં આરીફ મીર પરના ફાયરિંગ કેસમાં હિતુભાનો કબ્જો ગત મોડી રાત્રે મોરબી એ ડિવિઝન પોલીસને સોંપવામા આવ્યો હતો. જેમાં આજે મોરબી પોલીસે હિતુભાને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે મોરબી કોર્ટમાં રજુ કરતા કોર્ટે તારીખ 6 સપ્ટેમ્બરના સાંજના 4 વાગ્યા સુધીના એટલે કે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

- text

મોરબીના શનાળા રોડ ઉપર મુસ્તાક મીરની જાહેરમાં હત્યા કરવાના ગુનામાં પકડાયેલા હિતેન્દ્રસિંહ ઝાલા પેરોલ જમ્પ કરીને ફરાર થયા બાદ મુસ્તાક મીરના નાનાભાઈ આરીફ મીર ઉપર ભાડુતીમારાઓ દ્વારા આડેધડ ફાયરિંગ કરીને આરીફ મીરની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં એકનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં પણ માસ્ટર માઇન્ડ તરીકે મોરબીના શકત શનાળાના હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ આ કેસમાં લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ તાજેતરમાં અમદાવાદ એટીએસની ટીમે અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસેથી ફોર્ચ્યુનર ગાડીમાં સવાર હિતેન્દ્રસિંહ સહીત પાંચની ધરપકડ જારી હતી. જેમાં હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, કારના ડ્રાઇવર ઘનશ્યામસિંહ વિજયસિંહ જાડેજા, ખુમાણસિંહ રઘુવીરસિંહ જાડેજા તથા ઉત્તર પ્રદેશના બે શાર્પશૂટર અંગ્રેજ ભવાનીપ્રસાદ ચૌધરી અને જીતેન્દ્રકુમાર રામવિલાસ મોર્યની ધરપકડ કરાઈ હતી. ત્યારે એટીએસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ માંથી હિતુભાનો કબ્જો ગત મોડી રાત્રે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. કારણ કે હિતુભા સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં આરીફ મીર પર ફાયરિંગના કાવતરાની ફરિયાદ નોધાયેલી છે. જેથી મોરબી પોલીસે આ કેસમાં તેમની ધરપદ કાર્ય બાદ આજે મોડી સાંજે મોરબી પોલીસે હિતુભાને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે સ્થાનિક કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં મોરબી કોર્ટે તારીખ 6 સપ્ટેમ્બરના સાંજના 4 વાગ્યા સુધીના એટલે કે બે દિવસના રિમાન્ડ આપતા મોરબી પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

 

- text