માળીયાના ખીરઈ ગામેમાં સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું

માળીયા : માળિયા તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા સાહેબ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વારેવડિયા સાહેબની સુચના અનુસાર માળીયા તાલુકાના બધાં ગામોમા સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાની વિતરણ કરવાની હોવાથી ખીરઇ સબ સેન્ટરમાં ખીરઇ ગામના જાગૃત સરપંચ બુખારી મહમદ બાપુના હસ્તે સગર્ભા મહિલાઓને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સરપંચની દેખરેખ હેઠળ ગામમાં રોગચાળો ના ફેલાઈ તે માટે આરોગ્યને લગતી કામગીરી કરવામાં આવેલ હતી. વરસાદ થવાથી મચ્છર જન્ય રોગચાળો ના ફેલાય તે માટે ઈન્ટાડોમેસ્ટીક અને પેરાડોમેસ્ટિક કામગીરી કરેલ હતી. પેરાડોમેસ્ટીક કામગીરીમા ડસ્ટીગ – ગપ્પી ફિશ – બી. ટી. આઈ – ઓઈલ કામગીરી કરવામાં આવી હતી. તેમજ પાણીજન્ય રોગચાળા અટકાયતી પગલામા અઠવાડિક બધા જ સ્થળનું નીયમીત ક્લોરિનેશન તેમજ ક્લોરિન ટેબલેટ વીતરણ કરેલ હતું. મચ્છરનો ઉપદ્રવ ના થાય તે માટે અટકાયતી પગલા દ્વારા જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મચ્છરદાનીના વિતરણની સાથે મચ્છરદાનીનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પદ્ધતિ અને મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ વગેરે વિશે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવ્યું હતું. મચ્છરજન્ય રોગો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.જી બાવરવા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર નરેશ પરમાર, મેડિકલ ઓફિસર ખાખરેચી તથા એમ. પી.એચ.ડબલ્યુ. મેહુલ બકુત્રા એફ. એચ. ડબલ્યુ આશા ફેસીલીટર તથા આશા સહિતના કમૅચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.