લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા સગર્ભા મહિલાઓને દવાયુકત મચ્છરદાનીનું વિતરણ

- text


મોરબી : આ વર્ષે વરસાદ ભરપૂર માત્રમાં વરસ્યો હોવાથી ચોમેર પાણી ખાડા, ખાબોચિયા, નાળા, તળાવમાં ભરાયા હોવાના કારણે મચ્છર ઉત્પત્તિ સ્થાનોમાં વધારો થયો હોવાથી તેના નિરાકરણ રૂપે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મોરબીના લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયાની સૂચનાથી આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા અને સરલાબેન વાઘેલા દ્વારા સબ સેન્ટર મકનસર ૧ની તમામ સગર્ભા બહેનોનું સુગર અને બ્લડ પ્રેસરનું નિદાન કરી અને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ મકનસર ગામના સરપંચ માવજીભાઈ દારોદ્રા અને ઉપસરપંચ અમૃતભાઈ પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. જેથી, સગર્ભા બહેનો મેલેરિયા, ચીકનગુનીયા, ડેન્ગ્યુ જેવા મચ્છરોની ઉત્પત્તિથી થતા રોગોથી પોતાનું તથા પોતાના આવનાર બાળકનું રક્ષણ કરી શકે.

- text