ટંકારામાં ઓમ વિદ્યાલય દ્વારા સ્વચ્છતા જાગૃતિ અર્થે રેલી યોજાઇ

- text


ટંકારા : દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાલ 2014માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તેના પડઘા અમેરિકા સુધી પડ્યા છે. તેથી જ, હાલમાં બિલ ગેટ્સની સંસ્થા બિલ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ત્યારે ટંકારા માં આવેલી ઓમ વિદ્યાલય દ્વારા પણ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અભિયાન તથા વેલકમ ફીટ ઇન્ડિયા અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દયાનંદ ગેઇટથી શરૂ કરી મેઈન બજાર, શાકમાર્કેટ, સરકારી હોસ્પિટલ જેવા માર્ગો પર ફરી લતીપર ચોકડી પર પૂર્ણ થઈ હતી.

- text

રેલીમાં વિવિધ બેનરો જેવા કે ‘સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, સુંદર જીવનની સરવાણી’, ‘fit રહેગા india તભી તો Hit બનેગા india.’, ‘પ્લાસ્ટિક ભગાવો, ભારત બચાવો.’ તેમજ સૂત્રોચ્ચારો થકી નાગરિકોને સ્વચ્છ તથા રહેવાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું સમગ્ર આયોજન માટે શિક્ષક ભૂત પ્રવીણભાઈએ જહેમત ઉઠાવી હતી. શાળાના સંચાલક યોગેશભાઈ ઘેટિયાએ શાળાના સર્વે શિક્ષકો અને વિદ્યાર્થીઓને આવી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવા બદલ અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.

- text