વાંકાનેર : ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય ડો.ગીતાબેન ચાવડાને 5 સપ્ટેમ્બરે રાજપાલના હસ્તે એવોર્ડ એનાયત કરાશે

- text


વાંકાનેર : વાંકાનેરની નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડો.ગીતાબેન ચાવડાને તેમની શ્રેષ્ઠ આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વકની કામગીરીને ધ્યાને લઈને આગામી 5 સપ્ટેબરના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.

- text

ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષની પરંપરા અનુસાર ડો.રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિતે 5 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના શિક્ષકો અને આચાર્યોની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈને એવોર્ડ આપીને સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સન્માન માટે રાજ્યના વિવિધ કેડેરોમાં 36 જેટલા શિક્ષકો-આચાર્યોની પસંદગી કરવામાં આવી છે.જેમાં વાંકાનેર મ્યુ.સંચાલિત મો.હે.જે.સંઘવી સ્મા. મ્યુન્સીપલ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય ગીતાબેન ચાવડાની પણ પસંદગી કરવામાં આવી છે.તેમને 5 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલના વરદ હસ્તે શ્રેષ્ઠ આચાર્ય તરીકે એવોર્ડ આપી શાલ ઓઢાડી રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર સાથે ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવશે.જે બદલ તેમને વાંકાનેર નગરપાલિકાના સત્તાધીશો તથા ગર્લ્સ હાઈસ્કૂલના સમગ્ર સ્ટાફગણે શુભેચ્છા પાઠવી છે.

- text