માળીયા : હરિપર ગામની ગોળાઈ પાસે ટ્રક પાછળ એસટી બસ અથડાતા એકને ઇજા

- text


માળીયા : માળીયાના હરિપર ગામની ગોળાઈ પાસે એસટી બસના ટ્રક પાછળ અથડાતા એસટી બસ ચાલકને ઇજા પહોંચી હતી.આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જી.જે.18 ઝેડ 1939 નંબરની એસટી બસ ગતરાત્રે માળિયાના હરિપર ગામ પાસેથી પસાર થઈ રહી હતી.ત્યારે હરિપર ગામની ગોળાઈ પાસે આ એસટી બસ આગળ જઇ રહેલા ટ્રક પાછળ અથડાઈ હતી.આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર જીજ્ઞેશકુમાર કાંતિલાલને ઇજા થઇ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.આ બનાવ અંગે એસટી બસના કંડકટર ઇમામશા અલીશા સૈયદએ ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text