હળવદ : જીવનના અંતિમ પડાવ પર વૃધ્ધ દંપતિને સંસ્થાની મદદથી રહેવા મળ્યો આશરો

- text


કચ્છના નાના રણના રણકાંઠામાં દંપતીએ ઝૂંપડામાં જ જીવન વિતાવતા હતા : હવે આર.સી.સી. કલબ ઓફ ટિકર થકી ઢળતી જીવન સંધ્યાએ વૃધ્ધ દંપતિનો ‘સ્વપ્નનો મહેલ’ બંધાયો

- text

હળવદ : હળવદ તાલુકાના ટિકર ગામે રહેતા 80 વર્ષીય વૃધ્ધ દંપતીએ મજુરી કરીને ઝૂંપડામાં જ જીવન વિતાવ્યું હતું. તેમની આર્થિક સ્થિતિ એટલી નબળી છે કે આ વૃધ્ધ દંપતીએ જીવનભર રહેવાનો સારો આશરો પણ બનાવી શક્યા ન હતા. ત્યારે વૃધ્ધ દંપતીને આ હાલત જોઈને આર.સી સી. કબલ ઓફ ટિકર તેમના વ્હારે આવ્યું હતું અને આ સંસ્થાની મદદથી વૃધ્ધ દંપતીને જીવનની ઢળતી સંધ્યાએ રહેવા માટે આશરો મળ્યો છે. માંડ માંડ પેટનો ખાડો પુરી શકતા આ વૃદ્ધ દંપતીને સંસ્થાના માધ્યમથી આશિયાનો બંધાતા વૃધ્ધ દંપતીની આખોમાં હર્ષનાં આસુ આવી ગયા હતા. હળવદ તાલુકાના ટીકર ગામમાં એક વૃદ્ધ, બીમાર, અશક્ત, નિરાધાર અને નિઃસંતાન તેમજ કોઈપણ જાતની આવક વગરના અને એક જર્જરિત અને તૂટી ફૂટી ઝૂંપડીમાં જેમની આખી જિંદગી નીકળી ગઈ એવા 80 વર્ષથી વધુ ઉંમરના દંપતીને આર.સી.સી.ક્લબ ઓફ ટીકરે એક પાકી ઓરડી બનાવી આપીને એમની અગવડ, તકલીફ અને મુશ્કેલી દૂર કરીને એક મોટું પ્રેરણાદાયી પગલું ભર્યું છે.

યુવાની અગવડમાં વિતાવ્યા બાદ શ્રમિક દંપતિને ‘રોટરી’ એ સ્વપ્ન મહેલ બાંધીને અર્પણ કરતા અશ્રુભીની આંખોમાં હર્ષ સાથે આનંદની સીમાનો પાર નહોતો રહ્યો. કલ્પેશભાઈ ભોરણીયા, છગનભાઇ એરવાડિયા, લલિતભાઈ સોની, અને આર. સી.સી. ક્લબ ના સભ્યોના આર્થિક સહયોગથી 31000 રૂપિયાના ખર્ચે આ આખી 12×12 ની પાકી અને રંગરોગાન, લાઈટ ફીટિંગ સાથે રૂમ બાંધી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટને પ્રેસિડેન્ટ રમેશભાઈ સીતાપરા, સેક્રેટરી મનિષભાઈ દેથરીયા અને સભ્યોએ સફળ બનાવ્યો હતો. નરભેરામભાઈ અઘારા, રમેશભાઈ ઝાલરીયા અને રાજેન્દ્રસિંહ રાણા આ પ્રોજેક્ટમાં ખાસ યોગદાન આપ્યું હતું.

- text