માળીયા નજીક રેલવે ફાટક પાસે બેસવાની ના પડતા ગેટમેનને માર માર્યો

બે શખ્સો સામે ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાઇ

માળીયા : માળિયાના મામલતદાર કચેરી સામેની રેલવે ફાટક પાસે બેસવાની ના પાડતા ગેટમેન પર બે શખ્સો હુમલો કરીને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાતા આગળની તપાસ રેલવે પોલીસે હાથ ધરી છે.

આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા તાલુકાના મોટી બરાર ગામે રહેતા ગજપાલ નિયમપાલસિંહ લોધા ઉ.વ.40 માળીયા મામલતદાર કચેરી સામેની રેલવે ફાટક પર ગેટમેન તરીકે ફરજ બજાવે છે અને ગતરાત્રે તેઓ આ રેલવે ફાટક પર ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે યાસીન મિયાણો અને એક અજાણ્યો શખ્સ આ ફાટક પર બેસવા આવ્યા હતા. પણ ગેટમેને રેલવેની હદમાં આ બન્ને શખ્સોને બેસવાની ના પાડી હતી.આથી ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ ગેટમેનને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં ગેટમેને બે શખ્સો સામે માર મારીને ફરજમાં રૂકાવટ કર્યાની માળીયા પીલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ બનાવની આગળની તપાસ રેલવે પોલીસ ચલાવી રહી છે.