માળિયાના પીપળીયા ગામ પાસે બાઇક સ્લીપ થતા એકનું મોત

- text


માળિયા : માળિયાના પીપળીયા ગામ પાસે રોડની ગોળાઈમા બાઇક સ્લીપ થતા એકનું મોત નિપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

માળિયા પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર ગત તા. 28ના રોજ સરવડ ગામે રહેતા દેવરાજભાઈ બકુલભાઈ દેલવાડિયા પીપળીયા ગામ પાસેથી બાઇક નંબર GJ 33D 6850 લઈને પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ ગોળાઈ ઉપર બાઇક સ્લીપ થતા તેઓને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે માળિયા તાલુકા પોલીસે આજે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text