મોરબીના મચ્છુ 2 ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલાયા : મચ્છુ 3 ડેમ હેઠળના ગામોને એલર્ટ કરાયા

- text


ઉપરવાસમાં સારા વરસાદના પગલે ડેમોમાં પાણીની આવક

મોરબી : મોરબી જિલ્લામાં વહેલી સવારે મેઘરાજાએ બીજો રાઉન્ડ શરુ કર્યો છે. જેમાં સવારે 8 વાગ્યા સુધીમાં મોરબી, વાંકાનેર અને ટંકારામાં એક ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. જોકે ઉપરવાસમાં સારા વરસાદના પગલે મોરબી જિલ્લાના ડેમોમાં પાણીની નવી આવક નોંધાઈ છે. જેમાં મોરબીના મચ્છુ 2 ડેમમાં પાણી આવક શરુ તથા હાલ 4 દરવાજા1 ફૂટ ખોલવામાં આવ્યા છે. જયારે મચ્છુ 3 ડેમ હેઠળના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

- text

પેહલાથી ઓવરફ્લો થયેલા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં આજે વરસાદના પગલે 1300 કયુસેક જેટલી પાણીની આવક નોંધાતા મચ્છુ 2 ડેમના હાલ 4 દરવાજા 1 ફૂટ ખોવામાં આવ્યા છે. જયારે મચ્છુ 2 માંથી પાણી છોડતા મચ્છુ 3 ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતાં મચ્છુ 3 ડેમ હેઠળના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જયારે ટંકારા પંથકના ડેમોમાં પણ પાણીની સારી એવી આવક નોંધાઈ છે.

 

- text