ટંકારાના હમિરપર ગામના લોકોને મળે છે વિના મુલ્યે આરોનુ શુધ્ધ મિનરલ વોટર

- text


ગ્રામ પંચાયત દ્વારા લોકફાળાથી રૂ.4 લાખના આરો પ્લાન્ટ નખાયો : હજારો લોકો ને મળે છે વિના મુલ્યે આરો નુ શુધ્ધ પાણી

ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામમાં લોકોને દરરોજ મળે છે વિનામુલ્યે મિનરલ વોટર… આ વાત સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, હમીરપર ગ્રામ પંચાયતના સ્વભંડોળની રકમ તેમજ સરકારી ગાંન્ટ ના 4 લાખના ખર્ચે આ ગામમાં ગ્રામ પચાયત દ્વારા આરો સીસ્ટમ ફીટ કરવામાં આવી છે. જ્યાંથી દરરોજ ગામના હજાર જેટલા લોકોને પીવાનું શુધ્ધ મિનરલ વોટર મળે છે.

સામાન્ય રીતે હાથમાં બેડુ કે પછી પાણી ભરવા માટેનું કોઇપણ પાત્ર હોય એટલે લોકોને એવુ જ લાગે કે આ ગામમાં પીવાના પાણીની રામાયણ લાગે છે જો કે, હમીરપર ગામે પાણી ભરવા માટે જઇ રહેલી મહિલાઓને જોઇને આવો વિચાર કરવાની જરૂર નથી કેમ કે આ ગામમાં દરેક લોકોના ઘર સુધી પંચાયત દ્વારા પાણીની લાઇનો પહોંચાડી દેવામાં આવી છે .તો પછી શા માટે મહિલાઓ પાણી ભરવા માટે જાય છે તે સ્વભાવીક રીતે કોઇને પણ સવાલ થાય તેમા શંકાને કોઇ સ્થાન નથી

- text

હમિરપર ગામે હરખાતા હરખાતા પાણી ભરવા માટે જઇ રહેલી મહિલાઓ ગ્રામ પંચાયત દ્વારા મુકવામાં આવેલી આરો સીસ્ટમમાંથી પીવાનું શુદ્ધ પાણી ભરવા માટે જઇ રહી છે. હમીરપર ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી બબુબેન રૈયાણી,ઉપસરપંચ કિશોરભાઈ ચીકાણી તથા પંચાયત ના સભ્યો શોભનાબેન કૌરીગા,પ્રવીણાબેન વ્યાસ,કાંતાબેન ભોરણીયા,રંજનબેન અઘેરા,ભરતભાઇ ભોરણીયા,ગોરધભાઈ ચાવડા,લાલજીભાઈ ભોરણીયા સાથે વાત કરતા તેમને જણવ્યું હતું કે પેહલા ગામમાં દુષિત અને ડોહળા પાણીની ફરિયાદ હતી જેથી ગામના લોકો દ્વારા પાણીજન્ય બીમારીથી બચવા માટે મિનરલ વોટરની બોટલો મંગાવવામાં આવતી હતી જેના કારણે ઘર દીઠ મહિને રૂ.300 થી 1 હજાર સુધીનો ખર્ચ થતો હતો. જો કે ગ્રામ પંચાયત દ્વારા લોક ફાળા થી આરો સીસ્ટમ મુકવામાં આવતા લોકોને જે આર્થિક દમ લગતા હતા તેમાંથી રાહત મળી ગઈ છે.

 

- text