મોરબી : જન્માષ્ટમીની શોભાયાત્રામાં યુવતીઓએ પણ તલવારબાજીના કરતબો કર્યા

મોરબી : મોરબીમાં બજાર લાઇન ખાતે એસએસ ગ્રૂપ દ્વારા જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. અહીં ભગવાન શ્રી કૃષ્ણ સાથે ભગવાન શંકરનો પણ બાળકો દ્વારા વેશ ધારણ કરવામાં આવ્યો હતો. બેન્ડબાજાની સુરાવલીની સંગાથે મટકીફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથો સાથ યુવતીઓએ પણ શોભાયાત્રામાં તલવારબાજીના ખતરનાક કરતબો રજુ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ તકે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને આ ધાર્મિક કાર્યક્રમને માણ્યો હતો.