મોરબી : જન્માષ્ટમીની શોભાયાત્રામાં ૫૦૦૦ લોકોને ફરાળનો પ્રસાદ અપાયો

- text


મોરબી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી ની શોભાયાત્રા દરમિયાન નગરજનો માટે ફરાળ પ્રસાદની વ્યવસ્થા કરવામા આવી હતી

મોરબી : શ્રી કૃષ્ણ જન્મોત્સવ ના વધામણા કરવા શહેરીજનો મા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હતો, સમગ્ર મોરબી ગોકુળમય બન્યુ હતુ ત્યારે શનીવાર તા.૨૪-૮-૨૦૧૯ ના રોજ જન્માષ્ટમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ચકીયા હનુમાનજી મંદિર, વસંત પ્લોટ ખાતે બપોરે ૧૧:૩૦ કલાક થી મોરબી ની ધર્મપ્રેમી જનતા માટે ફરાળ પ્રસાદ વિતરણ કરવા મા આવ્યુ હતુ. આ તકે મોરબી જીલ્લા ભા.જ.પ. મહામંત્રી શ્રી જ્યોતિસિંહ જાડેજા, મોનપા કાઉન્સીલર શ્રી પ્રભુ ભાઈ ભુત, કાઉન્સીલર ગૌરીબેન હરીલાલ દસાડીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.આ ભગીરથ કાર્ય ને સફળ બનાવવા ગીરીશ ભાઈ ઘેલાણી, જયેશ ભાઈ કંસારા, ભાવીન ઘેલાણી,જીતુભાઈ પુજારા, કાજલબેન ચંડીભમર, રમણીકલાલ ચંડીભમર,નરેન્દ્રભાઈ રાચ્છ,જગદીશભાઈ પંડીત, અશોકભાઈ ખન્ના, વિપુલ પંડીત, હિતેશ જાની, હસુભાઈ પંડીત, રાજુભાઈ ગીરનારી, નિર્મિત કક્કડ, ધીરૂભાઈ રાઘુરા, સી.ડી. રામાવત, ચંદ્રવદન ભાઈ પુજારા,હરીશભાઈ રાજા, કીશોર ભાઈ ઘેલાણી, પ્રવિણ ભાઈ દરજી, મનસુખ ભાઈ પીઠડીયા,જે.આઈ. પુજારા, રમેશભાઈ બુધ્ધદેવ, અનિલ ભાઈ સોમૈયા, પપ્પુભાઈ ચંડીભમર,અનિલ ગોવાણી, દીનેશ સોલંકી તથા વસંત પ્લોટ ગરબી મંડળ ના આગેવાનો સહીત ના અગ્રણીઓ જહેમત ઉઠાવી હતી.

- text