મોરબી : જન્માષ્ટમીમાં યુવાને રજુ કરેલા અદભુત લાકડીના કરતબ, જુઓ વિડિઓ

મોરબી: જન્માષ્ટમી નિમિત્તે મોરબીમાં ઠેરઠેર ભગવાનશ્રી કૃષ્ણના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં જન્માષ્ટમીની શોભાયાત્રા દરમિયાન એક યુવાને રજૂં કરેલા અદભુત લાકડીના કરતબે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

મોરબીમાં યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ઉજવણીમાં શોભાયાત્રાની સાથે મટડીફોડના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ હતા. ત્યારે સિવિલ હોસ્પિટલ ચોકમાં મોરબીના માનસર ગામના વહાણ ખાંભલા (રબારી) નામના યુવાને અદભુત લાકડીના કરતબ રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જો કે તે બાદ સોશ્યલ મિડિયામાં પણ વહાણ ખાંભલાના લાકડીના કરતબનો વિડિયો બહુ વાઇરલ થઇ રહ્યો છે. આ વિડિઓ જુવા નીચેની લિંક પર ક્લીક કરો.