દેરાળા ગામે નદીમાં ડૂબી જતાં આશાસ્પદ યુવાનનું કરુણ મોત

- text


નદીના કાંઠે બેસીને ન્હાતા યુવાનની નીચેની રેતી ભેખડ ઘસી પડતા ડૂબી ગયા બાદ તેને બચાવવાની અન્ય યુવાનોની અડધી કલાકની મહા મહેનત એળે ગઈ

માળીયા : માળીયા તાલુકાના દેરાળા ગામે નીકળતી મચ્છુ નદીમાં ગઈકાલે એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. જોકે આ યુવાન નદીના કાંઠે રેતીની ભેખડ પર બેસીને ન્હાતો હતો.તે વખતે રેતીની ભેખડ ઘસી પડતા આ યુવાન નદીમાં તણાવા લાગ્યો હતો. બાદમાં તેની સાથે રહેલા અન્ય યુવાનોએ તેના બચાવવા ભારે મહેતન કરી હતી. પણ નદીમાં રહેલા રેતીના ભુનાને કારણે સફળતા મળી ન હતી અને આ કરુંણાતીકા સર્જાઈ હતી.

- text

આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના દેરાળા ગામે રહેતા કેટલાક યુવાનો ગઈકાલે જન્માષ્ટમીના દિવસે ગામમાંથી નીકળતી મચ્છુ નદીમાં ન્હાવા ગયા હતા. આ સમયે ગામનો યુવાન હાર્દિક રમેશભાઈ આદ્રોજા ઉ.વ .22 ને તરતા આવડતું ન હોવાથી નદીના કાંઠે બેસીને ન્હાતો હતો. જોકે તે જેના પર બેઠો હતો તે રેતીની ભેખડ નીચેના પાણીને લીધે ઘસી પડી હતી. એ સાથે યુવાન નદીના ઉડા પાણીમાં તણાવા લાગ્યો હતો. આ જોઈને તેની સાથે ન્હાવા આવેલા અન્ય યુવાનોએ તેને બચાવવા માટે બનતી તમામ કોશિશ કરી હતી. જેમાં આ યુવાનોએ સાડી પણ નાખી હતી અને તેનો હાથ પણ પકડી લીધો હતો.પણ નદીના રેતીના ભુના કારણે ડૂબેલો યુવાન જેવો ઉપર ચડાવો પ્રયાસ કરે કે તરતજ રેતીના ભુના નીચેના પાણીના પ્રવાહથી તૂટી જતા હતા અને રેતીના ભુના કારણે હાર્દિક રમેશભાઈ આદ્રોજાનો જીવ લેવાયો હતો. અન્ય યુવાનોની અડધી કલાકની મહામહેનત છતાં નજર સામે પરમ મિત્ર હાર્દિકનું તણાઈને ડૂબી જવાથી મોત નિપજતા ભારે અરેરાટી મચી ગઇ હતી. જન્માષ્ટમીના પર્વમાં આ કરુણ ઘટના બનતા મૃતક યુવાનના પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.

 

- text