હળવદ : મયૂર નગર પાસે બ્રાહ્મણી નદીમાં ડૂબી જતાં પ્રૌઢનું મોત

હળવદ : હળવદ તાલુકાના મયૂર નગર ગામે પસાર થતી બ્રાહ્મણી નદીમાં પ્રૌઢનું કોઈ કારણોસર ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવની હળવદ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર હળવદ તાલુકાના મયુર નગર ગામે પસાર થતી બ્રાહ્મણી નદીમાં ગતતા.23ના રોજ અરવિંદભાઈ ઉર્ફે ઉગાભાઈ ખીમજીભાઈ ડાંગર ઉ.વ.45 નામના પ્રૌઢનું કોઈ કારણોસર ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આ બનાવ અકસ્માતનો છે કે અન્ય કોઇ કારણ જવાબદાર છે તે જાણવા આગળની તપાસ જી.પી.ટપારિયા ચલાવી રહ્યા છે.