મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 500 થી વધુ બાળકોને રમકડાં અને મીઠાઈનું વિતરણ

- text


જેમ ક્રિસમસ ઉપર સાન્તા ક્લોઝ બાળકોને ગિફ્ટ આપે તેમ જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણના હાથે બાળકોને ભેટ અપાવીને અનોખી રીતે પર્વ ઉજવાયો

મોરબી : દર વર્ષે ક્રિસમસ ઉપર સાન્તા ક્લોઝ બાળકોને ગિફ્ટ આપે તેવી પરંપરા છે. ત્યારે તહેવારોની અનોખી રીતે ઉજવણી કરવા માટે જાણીતા બનેલા યંગ ઇન્ડિયા ગ્રુપે જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રી કૃષ્ણના હાથે 500 થી વધુ બાળકોને રમકડાં અને મીઠાઈની ભેટ આપીને જન્માષ્ટમીના પર્વને દીપાવ્યો છે.

મોરબીમાં તહેવારોને કઈક અનોખી રીતે ઉજવીને જરૂરીયાત મંદોની સેવા માટે હંમેશા તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા જન્માષ્ટમીની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી નિમિતે બાળકોને મીઠાઈ અને રમકડાં વિતરણ કરવામાં આવ્યા હતા.

- text

જન્માષ્ટમીનો તહેવાર હર્ષોલ્લાસનો પર્વ છે. ત્યારે આ પર્વમાં કોઈ જરૂરિયાતમંદ બાળક આનંદથી વંચિત ન રહી જાય તેવા હેતુથી આપવાના આનંદ કાર્યક્રમ હેઠળ યંગ ઇન્ડિયા ગ્રુપે ભગવાન શ્રી કૃષ્ણના હસ્તે ક્રિષ્ના મેળામા તેમજ અન્ય વિસ્તારોમાં 500 થી વધુ જરૂરિયાતમંદ બાળકોને વિવિધ રમકડાં અને મીઠાઈ અર્પણ કરીને રાજી કર્યા હતા. આમ વધુ એક વખત યંગ ઇન્ડિયા ગ્રુપે જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text