મોરબીની સબ જેલ બની વ્રજભૂમી : શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ

- text


હિન્દૂ અને મુસ્લિમ સમાજના  228 કેદીઓએ ભાઈચારાની ભાવનાથી જન્માષ્ટમીની ઉજવણી કરી : મટકી ફોડ સહિતના કાર્યક્રમ યોજાયા

મોરબી : મોરબી સબજેલમાં આજે જન્માષ્ટમીની ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેલના 228 કેદીઓ અને જેલના કર્મચારીઓ અને અધિકારીઓની હાજરીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને મટકીફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

આજે જન્માષ્ટમીનો તહેવાર સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ઠેર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો ત્યારે આ પ્રસંગને તાજો કરવા માટે મોરબી સબ જેલના અધિકારી એલ.વી.પરમાર દ્વારા જેલમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મટકી ફોડી ધામધુમથી જન્માષ્ટમી ઉજવવામાં આવી હતી. કેદીઓ દ્વારા આખી સબજેલને શણગારવામાં આવી હતી. અને કૃષ્ણ ભગવાનની આરતી કરી છ વાગ્યે કૃષ્ણ જન્મ કરી નાચ ગાન સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

- text

મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમારના જણાવ્યા અનુસાર જેલ તંત્ર દ્વારા આપવામાં આવેલી લેખિત સૂચનાઓને અનુસરીને મોરબી સબજેલમાં જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી સબજેલના કાચા અને પાકા કામના મળી કુલ 228 કેદીઓ દ્વારા જેલને ગોકુળની જેમ શણગારીને નાચગાન સાથે કૃષ્ણ જન્મ મહાપર્વ ઉજવવામાં આવ્યો હતો. આ મહાપર્વ ઉજવવાનું મુખ્ય કારણ કેદીઓમાં પરિવર્તન આવે અને આગામી સમયમાં કોઈ પણ કેદી પોતાના જીવનકાળ દરમિયાન કોઇ ગુનો ન કરે તે માટે એક શીખ લે અને નવા જીવનની શરૂઆત કરે તે છે જેથી આ કૃષ્ણજન્મોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દૂ ધર્મ અને મુસ્લિમ ધર્મના કેદીઓ જોડાયા હતા અને ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

- text