વાંકાનેર : સિંધાવદર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી

વાંકાનેર : વાંકાનેર તાલુકાની એસ.એમ.પી. હાઈસ્કૂલ સિંધાવદરના વિદ્યાર્થીઓએ ઔદ્યોગિક એકમોની મુલાકાત લઇ કલાસરૂમની બહાર પ્રેક્ટિકલ નોલેજ મેળવ્યું હતું.

વિદ્યાર્થીઓ ભવિષ્યના ઉદ્યોગ સાહસિકો કહેવાય છે. વિદ્યર્થીઓને ઉદ્યોગો વિશે માહિતી મળે અને ઉત્પાદન વિશે નાનામાં નાની બાબતોથી અવગત થાય તેવા હેતુથી સિંધાવદર -ભોજપરા રોડ પાર આવેલ આશિર્વાદ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ કે જેમના માલિક મુનિરભાઈ પરાસરા છે અને ખુશ્બૂ હેંચરી કે જેમના માલિક મહંમદભાઈ પરાસરા છે તેમના દીકરા અને સંચાલક ફૈઝલ ભાઈ પરાસરા આ બંને મિત્રોએ વિદ્યાર્થીઓને રૂબરૂ મુલાકાત ની અનુમતિ આપીને જ્યાંથી અભ્યાસ કર્યો તે શાળાનું રુણ ચૂકવ્યું હતું. બંને મિત્રોએ નાની નાની વિગતો થી વિદ્યાર્થીઓને માહિતગાર કરીને તેમની જિજ્ઞાસા સંતોષી હતી. શાળા પરિવારે પણ આ બંને મિત્રો નો ખુબ ખુબ આભાર માન્યો હતો.