મોરબી શહેરમાં વરસાદી ઝાપટું : ગારા કિચડની સમસ્યા યથાવત

- text


મોરબી : મોરબીમાં 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યા બાદ થોડા સમયના વિરામ પછી આજે ફરીથી બપોરે અચાનક મોરબી શહેરના અમુક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું.

શહેરમાં જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી વચ્ચે આજે સવારથી બફારો અને ઉકળાટ બાદ બપોરના 3 વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. થોડીવારમાં ભારે વરસાદી ઝાપટું પડી ગયું હતું. જેના કારણે મોરબીમાં ગારા કિચડની સમસ્યા યથાવત રહી છે. જોકે થોડીવારમાં ભારે વરસાદી ઝાપટું વરસી જતા એકંદરે ગરમીમાં થોડી રાહત થઈ છે. પણ જન્માષ્ટમીના તહેવારો નિમિતે હરવા ફરવા નીકળેલા લોકો વરસાદી ઝાપટાથી થોડા હેરાન થયા હતા.

- text

- text