રાષ્ટ્રીય સંત અંસગદેવ મહારાજ તા.25 અને 26 મોરબીમાં : સત્સંગનો કાર્યક્રમ યોજાશે

- text


નજરબાગ રોડ ઉપર પરશુરામ સોસાયટીમાં રહેતા ગુરુના શિષ્યના નિવાસસ્થાને ગૃરૂની નિશ્રામાં ગૃરું દર્શન અને ગૃરુદીક્ષાનો કાર્યક્રમ યોજાશે

મોરબી : રાષ્ટ્રીય સંત અસંગદેવ મહારાજના સાંનિધ્યમાં તા.25 અને 26ના રોજ તેમના મોરબી રહેતા શિષ્યના નિવાસસ્થાને સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃરૂની નિશ્રામાં બે દિવસ સુધી ગુરુદર્શન અને ગુરુદીક્ષાનો કાર્યક્રમ યોજાશે. તેથી ભક્તજનોને રાષ્ટ્રીય સંતની દિવ્યવાણીનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

જાણીતા રાષ્ટ્રીય સંત અસંગદેવ મહારાજ બે દિવસ સુધી મોરબીમાં પધારી રહ્યા છે. તેથી તેમના ભક્તોમાં ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. જેમાં મોરબીના સામાકાંઠે નજરબાગ રોડ ઉપર આવેલ પરશુરામ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ તોમરના નિવાસસ્થાને આગામી તા.25 અને તા.26 ઓગસ્ટના રોજ બપોરે 3 થી 5 દરમ્યાન રાષ્ટ્રીય સંત અંસગદેવ મહારાજના સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિનોદભાઈ તોમરે જણાવ્યું હતું કે, તેઓ આ રાષ્ટ્રીય સંતના શિષ્ય છે. અને અવારનવાર તેમની પાસે તેમના દર્શને જાય છે. ત્યારે જામનગર આ ગૃરુનો આગામી સમયમાં મોટો કાર્યક્રમ યોજવાનો છે. આથી તેઓ સૌરાષ્ટ્ર આવવાના હોય મોરબી પણ તેમનો કાર્યક્રમ રાખવો હોવાની વિનોદભાઈની આગ્રહભરી વિનંતી બાદ રાષ્ટ્રીય સંતની સંમતિથી તેમના નિવાસસ્થાને આ કાર્યક્રમ ગોઠવ્યો છે. તેમના ઘરના આશરે 3 હજાર ફૂટના પાર્કિગની જગ્યામાં રાષ્ટ્રીય સંતના ગુરુ દર્શન અને ગુરુદીક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની વધુ વિગતો માટે 9825222930 પર સંપર્ક સંઘવા અનુરોધ કરાયો છે.

- text