મોરબી : નાલંદા વિદ્યાલય (CBSE) દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીની નાલંદા વિદ્યાલય (CBSE)માં જન્માષ્ટમી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છાત્રોએ મટકી ફોડ સહીતના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ઉજવણીમાં શ્રી કૃષ્ણના હિંડોળા ઝાંખી બનાવી હતી. શાળાના સંચાલકશ્રી ગામી સાહેબ દ્વારા ભગવાનની આરતી કરાઈ હતી. જયારે વર્ગ ૧૨ સાયન્સ ના વિદ્યાર્થીઓ દ્વારા અદ્રશ્ય રીતે જય શ્રી કૃષ્ણ લખાયુ જેના પર સંચાલકશ્રી દ્વારા સ્પ્રે છાંટતા એ દ્રશ્યમાન થયુ હતું. ૧૨ સાયન્સ ના વિદ્યાર્થીઓએ બનાવેલ ફુવારાએ ઝાખીની સુંદરતા વધારી હતી. ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ દ્વારા લાઈવ ગરબા ગવાયા અને વાજીંત્રો વગાડાયા હતા. જેના તાલ પર નાલંદા પરિવાર મન મુકીને ઝૂમ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઘોરણ ૧૦ તથા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ વચ્ચે “દહીં હાંડી” કે મટકી ફોડ ની સ્પર્ધા યોજાઈ હતી.

- text

- text