માળિયા વિસ્તારમાં અલભ્ય સૂરજમુખી કાચબો દેખાયો

- text


માળીયા : માળીયા મિયાણામાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યા બાદ દરિયાઈ જીવો છેવાડાના વિસ્તારોમાં આવી ચડ્યા છે. જેમાં સૂરજમુખી તરીકે ઓળખાતા કાચબો માળિયાના ખારા વાંઢ વિસ્તારમાં દેખાતા સ્થાનિક લોકોમાં ભારે કુતુહલ જોવા મળી રહ્યું છે.

- text

તાજેતરમાં ભારે વરસાદ પડવાના કારણે માળિયા જેવા દરીયાઇ પટી પર આવેલ વિસ્તારમાં દરિયાઈ જળ સૃષ્ટીના જીવો પણ છેવાડાના વિસ્તારમા આવી ચડ્યા છે. આજે આવો જ માળિયા મીયાણાનો ખારા વાંઢ તરીકે ઓળખાતા વિસ્તાર માં સુરજ મુખી કાચબાએ દેખા દેતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું અને આજુબાજુના લોકો સુરજમુખી કાચબાને જોવા અને દુર્લભ જીવને પોતાના મોબાઈલ ના કેમેરામા કેદ ઉમ્મતી પડ્યા હતા.

 

- text