“તારે ઉમા હોલમાં આવવું નહિ” તેમ કહી મોરબીમાં વૃદ્ધ પર હુમલો

- text


વૃદ્ધએ પાંચ શખ્સો સામે માર મર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના રવાપર ગામે આવેલા ઉમા હોલમાં સબંધીની ઉતરક્રિયામાં હજારી આપવા ગયેલા વૃદ્ધને અમારા ઉમા હોલમાં આવવું નહિ તેમ કહી પાંચ શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.આ બનાવ અંગે વૃદ્ધએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર ગામે રહેતા મગનભાઈ કાનજીભાઈ ભટાસણા ઉ.વ.73 નામના વૃદ્ધએ તે જ ગામે રહેતા ઘનશ્યામભાઈ કાનજીભાઈ ભટાસણા, રસિકભાઈ ધરમશીભાઈ ભટાસણા, હિરેનભાઈ નારણભાઈ ભટાસણા, ધરમશીભાઈ કાનજીભાઈ ભટાસણા અને નારણભાઇ કાનજીભાઈ ભટાસણા સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે ,ફરિયાદી ગતતા.21 ઓગસ્ટના રોજ રવાપર ગામે આવેલ ઉમા હોલમાં યોજેયેલી સંબંધીની ઉતરક્રિયામાં હાજરી આપવા ગયા હતા. ત્યારે વૃદ્ધને આ પાંચ આરોપીઓ તારે અમારા ઉમા હોલમાં આવવું નહિ તેમ કહીને તેમને ઢીકાપાટુ અને લાકડીથી માર માર્યો હતો. ત્યારબાદ વૃદ્ધ ઉમા હોલેથી ચાલીને ઘરે જતા હતા. ત્યારે ફરી આરોપીઓ આવીને તેમને માર માર્યો હતો હોવાની વૃદ્ધએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

- text