મોરબી : કુદરત મિત્ર મંડળ દ્રારા જન્માષ્ટમી કાર્યક્રમનું ભવ્ય આયોજન

- text


મોરબી : મોરબીમાં ઠેર ઠેર જન્માષ્ટમીની ઉજવણીના સુંદર આયોજન થયા છે. જેમાં નવાડેલા રોડ ઉપર કુદરત મિત્ર મંડળ દ્રારા કૃષ્ણ જન્મોત્સવ, મટકી ફોડ તથા દાંડિયા રાસ કાર્યક્રમનું આયોજન તા. ૨૪ને શનિવાર રાત્રે ૧૦:૦૦કલાકે શ્રી લક્ષ્મી નારાયણ મંદિર (ખાખીની જગ્યા), નવાડેલા રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આયોજકો દ્રારા કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને સહભાગી થવા અનુરોધ કરાયો છે.

- text